1 thought on “CM Bhupendra Patel Contact Number, Whatsapp, Home Address, Social Media”

  1. “મદદ માટે નમ્ર પ્રાર્થના પત્ર ”
    માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલ સાહેબશ્રી
    ગુજરાત સરકાર
    હું મૂળ થરાદ/ભાભર જી બનાસકાંઠા થી નિવૃત્ત કર્મચારી
    વી.એન. મિસ્ત્રી ના જય સીતારામ
    સાહેબ શ્રી,
    આપ દ્વારા સરકાર માં ભલામણ રૂપી મદદ ની ખૂબજ જરુર છે તે અપેક્ષા સેવી એ છીએ કે,
    અમો ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી જામનગર ના નાની પોસ્ટ થી નિવૃત્ત થયેલા 17 કર્મચારીઓ છીએં. જેમાં
    કિચન સરવનટ, પયુન, માળી, નર્સ, કમ્પાઉન્ડર
    અમો ઉપર ની સરકારી સંસ્થા માં થી નિવૃત્ત થયે ત્રણ વર્ષ થવા છતાં પેન્શન મંજુર કરવામાં આવેલ નથી
    (કારણ એજ કે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે ઓફિસીયલ ગજગ્રાહ ચાલી રહ્યો હોવાથી ) સરકાર આ બાબતે ત્રણ વર્ષ થવા છતાં પેન્શન મંજુર કરવામાં રસ ધરાવતા નથી તેવું જણાય છે.
    સર, અમોને પેન્શન ન મળવાથી અમારી આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ છે
    — રોજીરોટી માટે ફાંફાં પડી રહેલા છે
    — લોન થી લીધેલ ઘર પણ વેચાઈ જાય તેવી સ્થિતિ છે
    — સામાજિક અધઃપતન સાથે ઉધારે નાણાં લેઈ ગુજરાન ચલાવુ પડે છે
    હાલ માં અમારી પેન્શન ફાઈલ નાણાં મંત્રાલય માં પરામર્શ હેઠળ પડી છે જે
    માટે માનનીય નાણાં મંત્રી કનુભાઇ દેસાઇ સાહેબ શ્રી મંજુરી આપવા સમય કાઢે તો જ
    અમારું પેન્શન મળે તે વી શકયતા છે
    હવે આપ સાહેબશ્રી ને નમ્ર વિનંતી છે આપ ગુજરાત ના મુખ્ય મંત્રી પદે ગૌરવ ધરાવો છો જેથી સરકાર સાથે ઉચ્ચ કક્ષાએ સીધા સંપર્ક હોઈ નાણાં મંત્રી સાહેબ ને ભલામણ કરી અમારું પેન્શન મંજુર કરવામાં મદદરૂપ થશો તેવી આશા રાખીએ છીએ
    જે કાર્ય ની દિલ થી દૂઆ ઓ અમો 17 કુટુંબ ની હંમેશા આપને પાઠવતા બે હાથ જોડીને પ્રણામ કરીએ છીએ
    વી.એન. મિસ્ત્રી સાથે અન્ય સાથીઓ નિવૃત્ત કર્મચારીઓ
    ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી જામનગર
    આઈ.પી.જી.ટી

    Reply

Leave a Comment